32 - શબ્દ-મારીચ / ધીરુ પરીખ


શબ્દ હે !
(બ્રહ્મરૂપ અયિ શબ્દ ક્યાં ?)
હરિણરૂપ લેઈને
રાક્ષસી વપુ સુવર્ણ ચર્મથી
ઓપવી
જનક-દુહિતા કશી
ભોળવી
કપટવા ગયો સ્વયં
રામને કહીં કહીં ય ખેંચતો
જેમ મારીચ
અને વહી જતા
પ્રાણથી વદત રામ-મૃત્યુ કૈં !
તે તું યે કશુંક ’કર્ષતો અલ્યા
છેતરે કવનરૂપ ધારતો
ભાવકો સકલ, શબ્દ-મારીચ ?
જાણતો કવિ તુંને શું તેહનું
ઉચ્ચરે કપટવીર મૃત્યુ તું ?


0 comments


Leave comment