35 - એક સિનિકની સ્વગતોક્તિ / ધીરુ પરીખ


હાશ, હવે ત્યજી આવ્યો માનવોનો વ સ.
નહિ હવે ત્રાસ.
નહિ હવે બેપગનું જનાવરપણું–
વગર નહોર એ તતો ઉતરડી ખાય
મારું ભીતરનું પોત
શિંગ વિણ આ તો મને ઉછાળીને
પટકે ને
જિવાડે છે શ્વાસે શ્વાસે કેવું કેવું મોત !
ચાલ, હવે છૂટ્યો એની નજરોના જખમોથી
વચનોના જૂઠા જૂઠા મલમોથી
અમીચંદો અને વળી કંશ સમા મામાપણા
હિરણ્યકશ્યપ તુલ્ય પિતાપણામાંથી...
હાશ, હવે પડી રહું ચેપગાંની પાસ
ફાડી ખાય ભલે તો ય
રંજ નહિ ખાસ...

આવે પણ આ શી મને
માણસ નામની બૂ—
નાક કરુ બંધ..
આ શું મારી સામે તાકે
માણસ નામનું પ્રાણી –
આખું જાણે વકરેલું ઝૂ –
આંખ કરું બંધ...
આ શી મારા કાન મહીં
બર્બરતા (ચીરતી ન !)
છુપાવતી સભ્યતાની ત્રાડ –
કાન કરું બંધ...
તોય અરે અ-માનવી
પ્રદેશમાં
માનવી હું એક
માનવથી ભાગી ભાગી
મન મહીં અગણિત
માનવોનાં ટોળાં લઈ
આવ્યો અહીં છેક;
ક્યાં ગઈ રે માનવથી ભાગવાની
ભારી એક ટેક ?

સતાવતી મને મારી
માનવ હોવાની બદબૂ
છટ મારા પર થૂ
ફટ મારા પર થૂ !
મારા મહીં રહેલા ઓ માણસજી,
તમે થાવ છૂ
ઝટ તમે થાવ છૂ....


0 comments


Leave comment