106 - સ્વરૂપે અવસ્થાનતમ્ / જવાહર બક્ષી


દશે દિશાઓ સ્વયમ આસપાસ ચાલે છે
શરુ થયો નથી તોપણ પ્રવાસ ચાલે છે

કશેય પહોંચવાનો ક્યાં પ્રયાસ ચાલેછે ?
અહીં ગતિ જ છે વૈભવ વિલાસ ચાલે છે

કોઈનું આવવું, નહિ આવવું, જવું ન જવું
અમસ્તો આંખમાં ઉઘાડ – વાસ ચાલે છે

દશે દિશામાં સતત એકસામટી જ સફર !
અને હું એ ય ન જાણું.... કે શ્વાસ ચાલે છે

અટકવું એ ય ગતિનું જ કોઈ રૂપ હશે !
હું સા..વ સ્થિર છું, મારામાં રાસ ચાલે છે


0 comments


Leave comment