42 - એક વાર / ધીરેન્દ્ર મહેતા


એક વાર જો મળીએ,
બે હિયાંનાં પડની વચ્ચે દલનાં દુખડાં દળીએ !

ક્યાં છે તારું એક ઠેકાણું ?
ઠેરઠેર તારાં ઠામ !
કાંક નિશાની દેને ઘરની,
ઓ રે ફરતા રામ !
તું કહે તો શિખરે આવું, તું કહે તો તળિયે !

કોઈ ન તારો દિયે સંદેશો,
કેટલાં મેલું કહેણ ?
કાં તે કાંઈ સમજું નહિ,
એવાં મોકલે વેણ !
એકબીજાને ભૂલી જાઇ, એકબીજામાં ભળીએ !
(૧૭-૩-૧૯૬૪)


0 comments


Leave comment