44 - નેવાં / ધીરેન્દ્ર મહેતા
સાહેબની મેડિયુંનાં ચૂવે નેવાં !
ગાગર ઝાલી ઊભી હું તો ટીપુંક પાણી લેવા !
કોકની આંખથી છલકે અમી ને
ભીંજે કોકનું અંતર,
સોહી રહે પુષ્પને પાલવ,
ઝાકળ-ઝીણી ઝરમર !
મંન ભરીને પીધાં કરીએ, પૂછવાં તે ઘર કેવાં !
ભરું ભરું તોય ખાલી રહે ઘટ,
નેવાં ચૂવે લખધાર;
કોની જીત સમજવી આ તે
આ તે કોની હાર !
દિવસ ને રાત પીવા છતાં પ્રાણ તરસ્યા રણ જેવા !
(૧૪-૫-૧૯૬૪)
0 comments
Leave comment