47 - અદબદમાં / ધીરેન્દ્ર મહેતા


ભલે એ સુદમાં કે વદમાં હોય,
મારા આકાશની હદમાં હોય...

નજરમાં હોય રંગરૂપે એ જ
ને ગંધરૂપે એ અનહદમાં હોય...

સતત ફેલાય ને સંકોચાય,
પણ છાયા તે પૂરા કદમાં હોય..

હવા પેઠે અડે છે એ આમ,
અને એ આમ અદબદમાં હોય..

હજી શબ્દોમાં બાજે પખવાજ,
હજી કરતાલ આ પદમાં હોય...

(૨૧-૩-૧૯૮૪)


0 comments


Leave comment