2 - સવારે ખૂલશે દરવાજા / જવાહર બક્ષી
ભલે હમણાં તો હું થાકેલી પાંપણમાં ઢળી જાઈશ
કોઈ દિ’ તો પરોઢી સ્વપ્નની જેમ જ ફળી જાઈશ
નહીં જીવવું પડે ભ્રમના ચહેરાઓની આડશમાં
હરણનાં શિંગડાંઓ તોડીને હું નીકળી જાઈશ
સમયનો બાદશાહ ક્યારેક બિનવારસ મરી જાશે
સવારે ખૂલશે દરવાજા ને હું પહેલો મળી જાઈશ
પછી અંધારિયો ગઢ કાંગરા સાથે તૂટી પડશે
કોઈ વેળા હું સૂરજના ટકોરા સાંભળી જાઈશ
કોઈ દિ’ તો પરોઢી સ્વપ્નની જેમ જ ફળી જાઈશ
નહીં જીવવું પડે ભ્રમના ચહેરાઓની આડશમાં
હરણનાં શિંગડાંઓ તોડીને હું નીકળી જાઈશ
સમયનો બાદશાહ ક્યારેક બિનવારસ મરી જાશે
સવારે ખૂલશે દરવાજા ને હું પહેલો મળી જાઈશ
પછી અંધારિયો ગઢ કાંગરા સાથે તૂટી પડશે
કોઈ વેળા હું સૂરજના ટકોરા સાંભળી જાઈશ
0 comments
Leave comment