5 - 'કૂવો'ની ત્રીજી આવૃત્તિ પ્રસંગે..../ કૂવો / અશોકપુરી ગોસ્વામી


   'કૂવો'નવલકથાની ત્રીજી આવૃત્તિ પ્રગટ થઈ રહી છે ત્યારે આનંદ થાય તે સ્વાભાવિક છે. વાચકો, વિવેચકો અને અભ્યાસીઓનો એક સરખો આદર પામેલી આ કૃતિ મરાઠી અને હિન્દીમાં તો અનુવાદિત થઈ અને પ્રકાશિત થઈ છે જ. 'કૂવો' નવલકથામાંની ભારતીયતાનો પ્રસાર કરવાના પ્રયત્નરૂપે તેનો ઊર્દુમાં અનુવાદ પણ ભારતીય સાહિત્ય અકાદમીએ પ્રકાશિત કર્યો છે. આમ ગુજરાતીમાં લખાયેલી 'કૂવો' નવલકથાના મરાઠી, હિન્દી અને ઊર્દુ અનુવાદો મહારાષ્ટ્ર, મધ્ય અને ઉત્તર ભારતમાં વિશાળ વાચકવર્ગમાં 'ભારતીય કથા'તરીકેનો લોકાદર પામી રહ્યા છે ત્યારે; તેને ગુજરાતીમાં પ્રગટ કરતા મારી ગુજરાતી કૃતિના પ્રકાશકનાં ખંત અને ચીવટને તો સ્મરણવાં જ રહ્યાં. હિન્દી અનુવાદ कुआँ ની તો બીજી આવૃત્તિ કરવી પડે તેવું તેનું ધરખમ વેચાણ છે.

   ગુજરાતીમાં પણ બીજી આવૃત્તિની નકલો ચપોચપ વેચાઈ જતાં હવે ત્રીજી આવૃત્તિની આવશ્યકતા અનુભવાઈ છે. વાચકો, વિદ્યાર્થીઓ અને અભ્યાસીઓને 'કૂવો'ઉપલબ્ધ થાય તે હેતુથી 'કૂવો'ની ત્રીજી આવૃત્તિ પ્રગટ કરતા ચિંતનભાઈની ચીવટને આવકારું છું. 'કૂવો' એકવાર વાંચ્યા પછી વાચક કૃતિને ખરીદી/વસાવી પુનઃ તેને વાંચે છે... અનુશીલન કરે છે... તેવા પ્રતિભાવો લેખનની સાર્થકતાનો અનુભવ કરાવે છે. ચિંતનભાઈ આભાર તમારો. સહુનો.
૦૪-૦૪-૨૦૧૪
વલ્લભવિદ્યાનગર
- અશોકપુરી ગોસ્વામી


0 comments


Leave comment