44 - સ્મૃતિ / ધીરુ પરીખ


...ત્યારે સંતાકૂકડી ખેલતાં શાં
સંગાથે-તું મોટી ને નાનકો હું !
વારે વારે બા મને શોધતી’તી
ને હું કેવો ઊઠતો હોંશથી ત્યાં
તારો ચડાવ્યો ફરી દાવ દેવા !

લેવા તું તો તે ગઈ ક્યાં છુપાઈ ?
હાવાં હું મોટો થઈ શોધું છું કે
આવે તું તારો કદી દાવ લેવા !


0 comments


Leave comment