46 - નજરઈ ગયો ! / ધીરુ પરીખ


ફૂલનો શો સ્પર્શ એવો આંગળીને થઈ ગયો
રોમરોમે વન તણો વિસ્તાર કૈં લ્હેરાઈ ગયો.

પાય મૂકું નીરમાં જ્યાં તટ ઉપર ઊભો રહી,
ત્યાં પલકમાં હું જ સાગર થૈ અને ફેલઈ ગયો.

વાંસળીને સૂર ક્યહીંથી કાનમાં પડતાં જરી,
કહાન કે ગીપ ન, કાલિંદી બની રેલઈ ગયો.

વીજળી ઝબકી ઈશાની આજ પ્હેલી વારની,
જોઈ કે ના જોઈ ત્યાં તે ઘન થઈ ઘેરઈ ગયો.

આજ વર્ષો બાદ ફરી દર્શન તમારું પામતાં
ખંડિયર શો હું જ તે ભૂતકાળ થૈ નજરઈ ગયો !


0 comments


Leave comment