48 - કેડો મેલો / ધીરુ પરીખ


નળ-ટપક્યાં પાણીનો રેલો
કીડી ઉપર પૂરને ઠેલો.

અડાબીડ શ્વાસોના વનમાં
એક ખર્યો એને ઉકેલો.

અહીં ઊભો તું એક જ જીવે ?
પથ પર દોડે મૃત્યુ–વેલો.

ઘરે ઘરે ઘોરે એવો
કીડીને ક્યમ લાગે હેલો ?

કશું બન્યું આમાં ના મોટું
વિચાર મારા કેડો મેલો.


0 comments


Leave comment