50 - વિમાસણ / ધીરુ પરીખ


આઘેરા ગરજે છે સાયર ક્યારના
પડઘા ઝીણેરા કળાય જી;
વગડે વેરાયલ આપણ વાદળી
હવે ક્યમ રે મળાય જી ? – આઘેરા...

કામઠેથી છૂટ્યાં તીર આપણે
બાણાવળીને સંચાર જી;
તાક્યાં રે નિશાન પાડી ઝરતાં
પાછાં ક્યમ રે વળાય જી ? – આઘેરા...

આપણે ટહુકા પંખીગાનના
રઝળ્યા વનની મોઝાર જી;
હવે રે શોધીએ કંઠનાં બેસણાં
ક્યાંય એંધાણી ભળાયજી – આઘેરા...


0 comments


Leave comment