51 - અવળું ખમીર / ધીરુ પરીખ


સૂસવતા વાય છે સમીર !
ડાળ સંગ બાંધ્યો સંબંધ લોક જાણે,
ને મંન મારું કૂણેરા ફરકાટો માણે;
મૂળ થકી જીવનના આવત સંદેશ એને
નસનસમાં વ્હેતું હું પાંદડું અમીર. – સૂસવતા..

જાણું ના એમ લીલો વૈભવ હણાયો
ને તો ય મારા સપનાનો મહેલ શા ચણાયો !
પીળી પૂંજીને લૈ ભોંય ઉપર ભટકું તો
હરખાતું મુક્તિનું અવળું ખમીર. – સૂસવતા...


0 comments


Leave comment