52 - આટલી બધી / ધીરુ પરીખ
આટલી બધી તે હોય માણસની માણસને સૂગ ?!
ચોખ્ખા ચણાક ઘરે વાસણની હાર ઝગે,
વાસણમાં ભાતભાત સ્વાદોની છૉળ ચગે;
ઠામને કૈં ફેકી ના દઈએ ઘર-બ્હાર એમાં જામે
જો બદબોતી ફૂગ !
આટલી બધી તે હોય માણસની માણસને સૂગ ?
ઝાઝા કાંટા ને થોડાં મ્હોરે છે ફૂલ એવા
વેરાને ઊગેલા થરનાં તે મૂલ કેવાં ?
કદી ફેંક્યો ના ધરતીએ ઊખેડી છોડ
જુએ યુગોના યુગોના યુગ !
આટલી બધી તે હોય માણસની માણસને સૂગ ?
0 comments
Leave comment