52 - સવાર / ધીરેન્દ્ર મહેતા


પંખી :

‘જળને સ્પર્શું,
અરે, થયું શું, કેમ
આકાશ કમ્પે !’
કિરણ અડે,
પથ્થરો ખળભળે,
ઝરણું કૂદે !
હાથ લંબાવી,
કોણે ઊંચક્યું મુખ
સૂર્યમુખીનું !

(૦૩–૧૨–૧૯૭૯)


0 comments


Leave comment