53 - એક ફેબલ / ધીરેન્દ્ર મહેતા


અહીં હતો એક્ દરિયો,
દરિયા ભેળું આકાશ;
ત્રીજો હતો એક્ દેડકો,
ત્યાં બેઉ જણની પાસ.

દરિયાથી આઘો થઈ,
દેડકો એક દી ચાલ્યો;
દરિયે તો જાવા દીધો,
એને પાછો ના વાળ્યો.

આકાશ તો ભૈ, આકાશ,
પાછળપાછળ ગયું;
ડ્રાંઉંડ્રાંઉં કરતું થૈ,
ખાબોચિયામાં પડ્યું !

(૨૩-૧૦-૧૯૭૯)


0 comments


Leave comment