54 - આકાશે કહ્યું / ધીરેન્દ્ર મહેતા


હું તો જાણે પસાર થઈ જવાની ખાલી જગા;
રોકાવાની ઘટનાનો અણસાર અહીં ક્યાં ?
જોઈ શકો તમે :
પંખીઓની હારની હાર મારામાં થઈને નીકળે;
પણ એકાદે પંખીનું રોકાવું,
અરે, પંખીઓની ટોળીમાંથી
વિખૂટા પડેલા ટહુકાનું પણ વેરાઈ ન જાવું,
તમે કદી જોયું છે ?
વિસ્તારનો પર્યાય જ છે સૂનકાર !

(૧૧-૦૮-૧૯૮૮)


0 comments


Leave comment