60 - હીંચું/સીંચું/વીંઝું /વીંધું /ખોલું/મીંચું / ધીરેન્દ્ર મહેતા


હીંચું
હું અવકાશને મારી અંદર
એ જ ઘડીએ
સાતસાત પાતાળો સીંચું
એકીસાથે
વાતચક્રને ફંગોળીને
સાત સમંદર ધમરોળીને
વીંઝું
વમળ ગતિથી દોડું.
ગડગડગડગડગડગડાતો
ઝીંકાતો ઝીંકાતો
ને
વીંઝાતો
વીજળીઓમાં
શતશતધારે વીંધું
ધધગધધગતો
અગનગોળા શો ઊછળું
જોજનના જોજન
ફૂંકાતો
લાવા થઈ પથરાઉં
ફાટું જ્વાલમુખી થઈ
થરથરથરથર કાંપું
રોમરોમ તરડાઉં...
ખોલું
મીચું
ખોલું
હું જ મને કૈં મારી અંદર...

(ર૧-૩-૧૯૮૪)


0 comments


Leave comment