1.16 - કારમાં કામણ / સુંદરજી બેટાઈ


(સપ્તપદી)

આ ઓસર્યાં સાગરનીર ન્યાળતાં
હૈયે ધસંતાં ભરતી-ઉછાળ એ !
ને શારદી વ્યોમલ લક્ષ્મીદર્શને
ગોરંભ વર્ષા ઘનઘોર પેલા
વિદ્યુદ્વિલાસે વિલસંત હૈયે !
બંનેયનાં કામણ કારમાં વિશે
આંદોલવું ઉલ્લસવું ગમે મને.


0 comments


Leave comment