96 - પાછલી ખટઘડી (ઝૂલણા) / જવાહર બક્ષી
દીપ આળસ કરે તોય આળસ, હવે ક્યાં સુધી આમ ને આમ રહેશે ?
તૂટતી જાય છે રાત નસ.. નસ, હવે ક્યાં સુધી આમ ને આમ રહેશે ?
ખૂટશે શર્વરી શ્વાસમાં મ્હેકતો સ્નિગ્ધ શ્યામલ ક્ષણોનો ખજાનો
શેષ પણ ક્યાં રહ્યો કોઈ વારસ, હવે ક્યાં સુધી આમ ને આમ રહેશે ?
લોહભીનાં મૃદુ મખમલી મ્હેલનાં શિલ્પ ઝીણાં ને તેં આંખ મીંચી ?
ખોલ સ્પર્શલી દ્રષ્ટિનાં પારસ, હવે ક્યાં સુધી આમ ને આમ રહેશે ?
સ્વપ્નના અશ્વની આંખમાંથી ઝર્યું એક ઝાકળ ઉપર સ્હેજ સોનું
ભાંગતી રાતનું ગાઢ ધુમ્મસ હવે ક્યાં સુધી આમ ને આમ રહેશે ?
ક્યાં સુધી કોઈ બ્રહ્માંડ લીંપ્યા કરે આમ અક્ષર થાકી શાહી ચોરી
પાંગળા શબ્દનું અંધ સાહસ હવે ક્યાં સુધી આમ ને આમ રહેશે ?

0 comments
Leave comment