69 - ક્યાં સુધી / ધીરુ પરીખ


પુરાણ કહે છે
કે મારા દેશમાં થઈ ગયા
એક સત્યવાદી હરિશ્ચન્દ્ર રાજા.

ઇતિહાસ કહે છે
કે એ રાજાનું નાટક જોઈ
કોઈ મોહનદાસ થઈ ગયા
સત્યના પ્રાયોગો કરનાર
મહાત્મા ગાંધી.

વિજ્ઞાન કહે છે
કે હું માણસ છું.

હા;
હું માણસ છું
એવુ અસત્ય બોલવાનો પ્રાયોગ
હવે ક્યાં સુધી કર્યા કરીશ ?


0 comments


Leave comment