70 - થડોથડ / ધીરુ પરીખ
લાકડાની એ બે ખુરશી કેટલી થડોથડ !
સભા તો પૂરી થઈ ગઈ.
મારી બાજુમાં હતા તે...
પણ ત્યારે તો અમે એકમેકને બોલાવ્યા ય નહીં.
અરે, એ ખુરશીઓ ખરેખર લાકડાની હશે ?
વૃક્ષ તો આખુંય
મૂળથી પાન – ફૂલ – ફળ લગી
પ્રસારે છે ધરતીનો રસ છલોછલ.
ક્યાં કોઈ એ જુએ છે ?
કોઈ એ સાંભળે છે ?
પણ એ લાકડાની ખુરશીમાં
થડોથડ બેઠેલા અમે,
લો, જરાતરા બોલ્યા ય નહીં...
ને
સભા તો પૂરી થઈ ગઈ !
0 comments
Leave comment