5 - દેવાયત પંડિતે દા’ડા દાખવ્યા / ઝવેરચંદ મેઘાણી


હજી શું બાકી હશે !
O
દેવાયત પંડિતે દા'ડા દાખવ્યા
જૂઠડા ન પડિયા લગાર
લખ્યા રે ભાખ્યા રે એ દન આવિયા
તો ય નાવ્યા જુગના જોધાર
હજી રે કેવાક દિનડા આવશે. ૧.

શું શું રે થવાનું બાકી હશે,
કાલ્ય કેવો ઊગશે રે ભાણ,
આટલાં સહ્યાં યે શું અધૂરાં હશે,
નવી કઈ નરકે પ્રયાણ,
જ્ઞાની તો રૂવે ને પાપીડાં હસે. ૨.


0 comments


Leave comment