12 - સુરજ ને સાંજ બે ભાંડુની જોડલી / ઝવેરચંદ મેઘાણી
પૃથ્વીનાં સાવકાં બાળ પાછાં વળે
O
સુરજ ને સાંજ બે ભાંડુની જોડલી
ઉતરતી જે ઘડી નભ—ઓવારે,
ધરતીનાં ભાઈ ને બેનની બેલડી
ઘર ભણી વેગ—પગલાં વધારે. ૧.
વેડિયાં દાતણો, વેચિયાં સુંથિયાં
લોહીની ટશર હાથે વહી’તી,
વધ્યુંઘટ્યું ધાન વસ્તી તણું ભીખીને
ચર્ચાતાં જાય શું આપવીતી ! ૨.
♦
0 comments
Leave comment