61 - દુર્ઘટના / ધીરેન્દ્ર મહેતા


- પછી થયું કંઈક કડડડભૂસ...
હુડુડુડુ કરતું નીકળ્યું,
સબોસબ વીંઝાયું
ભીતર
ધડુમ્ ધડુમ્ ફેંકાયા
૫થ્થર
ઘડુસ ધડુસ કુટાયું
અંદર
ચક્કર ચક્કર
ઘુમરાયું...
- પછી બધુંયે વેરવિખેર...
વેરવિખેર બધુંયે
અંદર
વીખરાતું ચોગરદમ
અથડાયા કરતા
એ જ અવાજો
એ જ ગતિ
ને
એ જ હજુયે ઝળાંહળાં
એ જ ફુવારા
વચ્ચે
ઊભા રહેવું
થીર થાંભલા થઈને...
ક્યાં કોઈને કંઈ ખબર,
ભીતર
થયું શું કડડડભૂસ...?

(૩-૨-૧૯૮૦)


0 comments


Leave comment