62 - શ્વાસ – ચાસ / ધીરેન્દ્ર મહેતા
નીલાંબરમાં વાદળ શ્વેત :
કોનું કોને છલછલ હેત !

ખૂબ ચગી આકાશે છોળ,
વાદળના એવા હિલ્લોળ !

વેણ વગરની હૈયે વાત,
ઊગી આજે થઈને રાત !

હવા બની શું પરશે આજ !
દેખું નહિ જેને તે આ જ ?

ભીતર ખેડે થઈને શ્વાસ,
રગમાં એના પડતા ચાસ !

(૧૩-૧૨-૧૯૮૨)


0 comments


Leave comment