67 - દીવાનખાનામાં / ધીરેન્દ્ર મહેતા


ભૂલથી
ખુલ્લા રહી ગયેલા
એકાદ વેન્ટિલેટરમાંથી
સજાવેલા દીવાનખાનામાં
પ્રવેશી ગયાં
પવન અને પતંગિયું
એકમેકની સંગે.
ફર્નિચર સાથે ઘસાઈ,
ફ્લાવરવાઝનાં ફૂલો સૂંધી,
પળવારમાં તો
બહાર નીકળી ગયાં;
પણ
આ દિવાનખાનાનું વાતાવરણ
હવે પીળું પીળું થઈ ગયું છે;
ફર્નિચર અને ફૂલોના રંગો
એકાએક
ફિક્કા પડી ગયા છે
અને
એમાંથી ઊભરાવા લાગી છે
મૃત વૃક્ષોની
અને
છોડવાની ગંધ !

(૯-૮-૧૯૮૦)


0 comments


Leave comment