78 - પછી... / ધીરુ પરીખ


એક વાર
ગગને વચન આપ્યું હતું
શ્વાસોને
શ્વાસોએ વચન આપ્યું હતું
ધ્વનિઓને
ધ્વનિઓએ વચન આપ્યું હતું
વર્ણોને
વર્ણોએ વચન આપ્યું હતું
શબ્દોને
શબ્દોએ વચન આપ્યું હતું
અર્થોને
અર્થોએ વચન આપ્યું હતું
મનુષ્યોને

આ વાર
મનુષ્યોએ વચન આપવા મોં ખોલ્યું
ને
ગાયબ અર્થો
ગાયબ શબ્દો
ગાયબ વર્ણો
ગાયબ ધ્વનિઓ
અજાયબ બાકી રહ્યા
શ્વાસો
પછી શ્વાસો, પછી શ્વાસો, પછી શ્વાસો
પછી...


0 comments


Leave comment