79 - ઘોર અંધારી રાત / ધીરુ પરીખ
નાનપણમાં સાંભળી હતી કથા
ને
પછી તો વાંચીય હતી
એક વાર સૂતી સતીને તરછોડી
વસ્ત્ર ફાડી
નળરાજા ચાલી નીકળ્યા’તા વનમોઝાર.
પણ આજે
જાગી ઊઠેલી નિર્વસ્ત્ર વાચા જુએ છે
તો
ઝબકી જાય છે...
અર્થરાજા બાજુમાં નથી રે નિર્ધાર !
અને
ત્યારે સંભળાય છે :
‘વૈદર્ભી’ વનમાં વલવલે’
ને
અત્યારે તો જનમાં લવલવે, ઘોર અંધારી રાત !
0 comments
Leave comment