82 - કૃપા / ધીરુ પરીખ


प' गु' लघयते गिरिम्न
તમારી શક્તિનો મહિમા
મારી જિહવાને અજાણ્યો નથી, નાથ !
છતાંય
મારા લંગડાતા શબ્દો
હજુ અર્થ ગિરિની તળેટીમાં જ અટવાય છે !
ને
मूक' करे।ति वाचाल
એવું વારંવાર મૂક રહીને સ્તવ્યો તો છું;
છતાંય
મારા આ બોબડા શબ્દોને
ક્યાં હજુ અર્થઘન વાચા જ ફૂટી છે ? !
આથી હે પરમાનંદ માધવ !
મારા આ લંગડા
તા
બોબડા
બબડતા
શબ્દોનો સત્વરે સંહાર કરો;
અને
પછી
મને
દમયંતીની હથેળીઓ દો
તો જ પરમાનંદ
તો જ તમારી કૃપા, માધવ !


0 comments


Leave comment