83 - ક્યાં છે પ્રહલાદ / ધીરુ પરીખ


‘કોઈ ઊંચા પર્વતના શિખર પરથી
ગબડાવી દો એને,
ધકેલી દો એને કોઈ
ઊંડી ઊંડી ખીણમાં.’
ત્રાડ પાડી ઊઠ્યો હતો હિરણ્યકશ્યપ.

અને પછીની બીના
ક્યાં અજાણી છે કોઈથી ય ?

પણ આજ
અર્થ ગિરિના કોઈ ઊંચા
શિખરેથી ફેંકાએલાને
ઝીલવા માટે
ઊંડી ખીણમાં
અદ્રષ્ટ શબ્દોના હાથ
ક્યારનાય તત્પર તો છે,
પણ
ક્યાં છે પ્રહલાદ ?
ક્યાં છે પ્રહલાદ ?
ક્યાં છે ?


0 comments


Leave comment