86 - આંખોમાં આંખો / ધીરુ પરીખ


એ જ છે આ બારી
ને એ જ છે પેલું આકાશ.
બારીમાં
એ જ છે આ આંખો
ને આકાશમાં
એ જ છે પેલા તારા-ચંદ્ર-સૂર્ય.
આવે છે એ જ પ્રકાશ
લાવે છે એ જ દ્રશ્યો.
ભરાઇ જાય છે આ ઓરડો
પેલા આકાશ
પેલા તારા
પેલા ચંદ્ર
પેલા સૂર્યથી
ઊભરાઈ જાય છે આ આંખો....
હવે નથી આ બારી
હવે નથી આ એારડો
હવે નથી પેલા તારા-ચંદ્ર-સૂર્ય...
આંખો તો છે.
બધું જ છે હવે આંખોમાં
બસ આંખોમાં
બસ આંખોમાં જ;
ને આ આંખો ય હવે તો આંખોમાં...


0 comments


Leave comment