1 - પ્રલાપ / જયેન્દ્ર શેખડીવાળા
તું પવન છે
તું જ વન છે
આવ, મારા રોમપર્ણે
રેશમી ઝાકળનું મન છે
સ્વપ્ન હાથોહાથ તેં આપ્યું હતું એ
એકદંડિયા મહેલનું કેદી ગગન છે
સાવ છેલ્લા શ્વાસને સ્પર્શી પૂછું છું હું તને કે –
તું સ્મરણ છે કે પીડાના દૈત્યનું પુનરાગમન છે?
ઊંઘરેટા ઝંખનાઘેલા પ્રલાપો આંખમાં ઝૂર્યા કરે છે
કોઈ પરદેશી નિશાચર સ્વપ્ન થઈને આવશે, એવું વચન છે.
***
રોમપર્ણે = રોમરૂપી પાંદડા ઉપર

0 comments
Leave comment