4 - અથેતિ / જયેન્દ્ર શેખડીવાળા
હું હકીકત જેને સમજ્યો એય શ્રુતિ નીકળી
જળ અને પીડાની મારી આંખ યુતિ નીકળી
જે ક્ષણો ડહોળી હતી મેં પામવા તારી ક્ષણો
એ ક્ષણો જો નીતરી તો કોઈ કૃતિ નીકળી
આ કથાનો કોઈપણ એવો વળાંક હોવો ઘટે
કહી શકે વાચક અચાનક કે અથેતિ નીકળી
છિન્ન મોતીઓનો હું ખોબો ભરી લાવ્યો હતો
જાણભેદુનું કથન માન્યું તો રેતી નીકળી
દર્પણોની પાર લગ લમ્બાયા મારા હાથ તો –
હાથ, ખાલી હાથ છે એવી પ્રતીતિ નીકળી
જળ અને પીડાની મારી આંખ યુતિ નીકળી
જે ક્ષણો ડહોળી હતી મેં પામવા તારી ક્ષણો
એ ક્ષણો જો નીતરી તો કોઈ કૃતિ નીકળી
આ કથાનો કોઈપણ એવો વળાંક હોવો ઘટે
કહી શકે વાચક અચાનક કે અથેતિ નીકળી
છિન્ન મોતીઓનો હું ખોબો ભરી લાવ્યો હતો
જાણભેદુનું કથન માન્યું તો રેતી નીકળી
દર્પણોની પાર લગ લમ્બાયા મારા હાથ તો –
હાથ, ખાલી હાથ છે એવી પ્રતીતિ નીકળી
0 comments
Leave comment