2 - કારણ નહીં મળે / જયેન્દ્ર શેખડીવાળા
કારણ નહીં મળે તને કરણ નહીં મળે
મારણ નહીં મળે તને મરણ નહીં મળે.
દરિયા સુકાતું ઘાસ છે ને તું ડૂબેલ ભાસ
તારણ નહીં મળે તને તરણ નહીં મળે
કૂવાની જેમ સ્થિર છે અહીં અભાવ આ
સારણ નહીં મળે તને સરણ નહીં મળે
ખંડિત કોરાકટ્ટ છે નકશા જળળ જળળ
ઝારણ નહીં મળે તને ઝરણ નહીં મળે..
હું તેલ થઇ ભળી રહ્યો છું તારા જળ વિશે
વારણ નહીં મળે તને વરણ નહીં મળે
આ સ્થિર-મૌન શબ્દનું ટોળું કહીં રહ્યું –
ચારણ નહીં મળે તને ચરણ નહીં મળે.
જંગલના વૃક્ષ વૃક્ષ પર મૃગજળનાં બિંબ છે –
આ રણ નહીં મળે તને અ-રણ નહીં મળે.
મારણ નહીં મળે તને મરણ નહીં મળે.
દરિયા સુકાતું ઘાસ છે ને તું ડૂબેલ ભાસ
તારણ નહીં મળે તને તરણ નહીં મળે
કૂવાની જેમ સ્થિર છે અહીં અભાવ આ
સારણ નહીં મળે તને સરણ નહીં મળે
ખંડિત કોરાકટ્ટ છે નકશા જળળ જળળ
ઝારણ નહીં મળે તને ઝરણ નહીં મળે..
હું તેલ થઇ ભળી રહ્યો છું તારા જળ વિશે
વારણ નહીં મળે તને વરણ નહીં મળે
આ સ્થિર-મૌન શબ્દનું ટોળું કહીં રહ્યું –
ચારણ નહીં મળે તને ચરણ નહીં મળે.
જંગલના વૃક્ષ વૃક્ષ પર મૃગજળનાં બિંબ છે –
આ રણ નહીં મળે તને અ-રણ નહીં મળે.
0 comments
Leave comment