1 - બદરીઆમાં / લલિત ત્રિવેદી


જીવ લાગી ગયો સંવરીઆમાં
ભાર ક્યાં છે હવે ગઠરીઆમાં

હાથ પકડી લે બિચ બજરીઆમાં
ઔર લઇ જા તેરી નગરીઆમાં

અબ તો ઓઢાડ કામળી, સાંઈ !
અબ ન ભીંજાવ આ બદરીઆમાં

દેખ ચોરાસી લાખના જંગલ...
દેખ લે ડાઘ તૂ ચુનરીઆમાં

આંખ થૈ ગૈ છે બંધ, સાહેબજી !
જબ સે દેખા હૈ ઉસ બિજરીઆમાં

વાટ જોઉં છું હું ય પનઘટ પર
માર કંકર મોરી ગગરીઆમાં

વર્ષ - ૧૯૯૪


0 comments


Leave comment