45 - રુદ્રાક્ષ થૈ ગયા / લલિત ત્રિવેદી
અમીયલ અધરમાં ટેરવાં રુદ્રાક્ષ થૈ ગયાં
કાચા સૂતરમાં ટેરવાં રુદ્રાક્ષ થૈ ગયાં
રણભેરીઓ શમી કે પ્રગટ થૈ ગયા જગન?
શૂરવીર નરમાં ટેરવાં રુદ્રાક્ષ થૈ ગયાં
કેવા અબીલગુલાલ ને કેવી ઊડે સુગંધ !
તો પણ ભીતરમાં ટેરવાં રુદ્રાક્ષ થૈ ગયાં
રાતાં કુસુમકવચ અને એવાં કસણ હતાં
રાતાં પ્રહરમાં ટેરવાં રુદ્રાક્ષ થૈ ગયાં
આસક્તિઓ કસક ને લગાતાર રાત્રિઓ
કેવી ટશરમાં ટેરવાં રુદ્રાક્ષ થૈ ગયાં
સાક્ષાત્ જાપ થઈ જવાનું પોત લૈ હવે
ભરપૂર કરમાં ટેરવાં રુદ્રાક્ષ થૈ ગયાં
વૈરાગ્ય કોઈ મ્હેલનું કરુણાનું બોધિવૃક્ષ
ઘરમાં ને ઘરમાં ટેરવાં રુદ્રાક્ષ થૈ ગયાં
વર્ષ - ૧૯૯૫
કાચા સૂતરમાં ટેરવાં રુદ્રાક્ષ થૈ ગયાં
રણભેરીઓ શમી કે પ્રગટ થૈ ગયા જગન?
શૂરવીર નરમાં ટેરવાં રુદ્રાક્ષ થૈ ગયાં
કેવા અબીલગુલાલ ને કેવી ઊડે સુગંધ !
તો પણ ભીતરમાં ટેરવાં રુદ્રાક્ષ થૈ ગયાં
રાતાં કુસુમકવચ અને એવાં કસણ હતાં
રાતાં પ્રહરમાં ટેરવાં રુદ્રાક્ષ થૈ ગયાં
આસક્તિઓ કસક ને લગાતાર રાત્રિઓ
કેવી ટશરમાં ટેરવાં રુદ્રાક્ષ થૈ ગયાં
સાક્ષાત્ જાપ થઈ જવાનું પોત લૈ હવે
ભરપૂર કરમાં ટેરવાં રુદ્રાક્ષ થૈ ગયાં
વૈરાગ્ય કોઈ મ્હેલનું કરુણાનું બોધિવૃક્ષ
ઘરમાં ને ઘરમાં ટેરવાં રુદ્રાક્ષ થૈ ગયાં
વર્ષ - ૧૯૯૫
0 comments
Leave comment