33 - – વનપ્રયાણ – કેટલીક રાવટીઓ – એકાવનમી સાંજ / લલિત ત્રિવેદી


કેમ ઓળખવા સગુણ-નિર્ગુણ, પ્રિયે !
જીભના પાતાળ લગ છે લૂણ, પ્રિયે !

તન-પવન-ઉપવન તુમુલ-દારુણ, પ્રિયે !
વનમાં પણ સાથે છે શક ને હૂણ પ્રિયે !

વાય છે પાલવ મૃદુલ મસૃણ, પ્રિયે !
છે અનાદિ સાંજ પણ અક્ષુણ્ણ, પ્રિયે !

ખાલ ક્યાં ઊતરે કે પહેરું વલ્કલો,
ક્યાં ઉતારું ખુશ્બૂઓના ઋણ, પ્રિયે !

ઉપવનો લગ લાહ્ય લાગી છે જુઓ
એમાં હું તો એક કેવળ તૃણ, પ્રિયે !

૪-૫-૨૦૦૧


0 comments


Leave comment