34 - સુંદર અદાઓથી / શૂન્ય પાલનપુરી
ખુદા ખાતર લડી લેવા દો નૌકાને હવાઓથી !
વળ્યું છે શું કે વળશે સ્વાર્થલોભી નાખુદાઓથી ?
ચમકતાં અશ્રુઓ આનંદથી ઊછળે છે પાંપણ પર,
નયન ખોલી રહ્યાં છે કોઈની સુંદર અદાઓથી.
ગુલામોને કરી આઝાદ કાં મૂકો છો સંકટમાં ?
કરે છે ખેલ આનંદે બિચારા શૃંખલાઓથી.
ફળે ક્યાંથી દુઆઓ દીન ભક્તોની ભલા, કહેશો ?
ખુદા રાજી રહે છે માત્ર દુનિયાના ખુદાઓથી.
નથી કહેતો કે ફૂલો પર વિતાવી શું શું માળીએ ?
મને ડર છે ચમન સળગી જશે એવી કથાઓથી.
બધે પ્રસરી ગયાં છે શૂન્ય અણવિશ્વાસનાં મોજાં,
હવે બચવું ઘણું મુશ્કેલ છે આંતર – બલાઓથી.

0 comments
Leave comment