15 - બ્હેનનાં શણગાર / ન્હાનાલાલ દલપતરામ કવિ
કેસરી કેવડો બ્હેનને માથે,
ઉજળો મોગરો બ્હેનને હાથે ;
હજારી ગોટા, ને ગુલાબી હાર :
બ્હેનને ધરાવશું એવા શણગાર.
કેવડે કેવડે ન્હાનેરા નખ :
બ્હેનના ખમશું આછેરા ડંખ.
મોગરે મોગરે કુમળાં પાન :
બ્હેનના પામશું પુણ્યનાં દાન.
હજારી ગોટાના હજાર બાણ :
બ્હેનને દૂભવાની દેવની આણ.
ગુલાબપાંદડી ફોરે સુવાસ :
બ્હેનને હસવે એવો ઉજાસ.
ફૂલડે ફૂલડે મધની રેત :
બ્હેનને અંગ અંગ એવાં હેત.
ઉજળો મોગરો બ્હેનને હાથે ;
હજારી ગોટા, ને ગુલાબી હાર :
બ્હેનને ધરાવશું એવા શણગાર.
કેવડે કેવડે ન્હાનેરા નખ :
બ્હેનના ખમશું આછેરા ડંખ.
મોગરે મોગરે કુમળાં પાન :
બ્હેનના પામશું પુણ્યનાં દાન.
હજારી ગોટાના હજાર બાણ :
બ્હેનને દૂભવાની દેવની આણ.
ગુલાબપાંદડી ફોરે સુવાસ :
બ્હેનને હસવે એવો ઉજાસ.
ફૂલડે ફૂલડે મધની રેત :
બ્હેનને અંગ અંગ એવાં હેત.
0 comments
Leave comment