36 - હૈયાનું હોડલું / ન્હાનાલાલ દલપતરામ કવિ

હો! ઝોલે ચ્‍હડ્યું મ્હારૂં હૈયાનું હોડલું!
હો નાથ! ક્‌હેશો?
હો નાથ! કય્હારે?
ઝોલે ચ્હડ્યું મ્હારૂં હૈયાનું હોડલું!
હો! ઝોલે ચ્હડ્યું મ્હારૂં હૈયાનું હોડલું!

મનનાં તોફાનો શમાવોઃ
હો નાથ! ક્ય્હારે?
હો નાથ! ક્‌હેશો?
ઝોલે ચ્હડ્યું મ્હારૂં હૈયાનું હોડલું!
હો! ઝોલે ચ્હડ્યું મ્હારૂં હૈયાનું હોડલું!

જલની સીમાઓ બતાવોઃ
તલની ગુફાથી બચાવોઃ
હો નાથ! કય્હારે?
હો નાથ! ક્‌હેશો?
ઝોલે ચ્હડ્યું મ્હારૂં હૈયાનું હોડલું!
હો! ઝોલે ચ્હડ્યું મ્હારૂં હૈયાનું હોડલું!

શઢ તો સફરના ચ્‍હડાવોઃ
ઉર્મિએ ઉર્મિલા ઉડાવોઃ
જલધિના રાસ એ જમાવોઃ
હો નાથ! કય્હારે?
હો નાથ! ક્‌હેશો?
હો! ઝોલે ચ્‍હડ્યું મ્હારૂં હૈયાનું હોડલું!

0 comments

Leave comment