21 - ગોવાલણી / ન્હાનાલાલ દલપતરામ કવિ


બે સૂર્ય ધીમે ધીમે, ગોવાલણી રે લોલ !
નમે તારા લૂમે લૂમે, ગોવાલણી રે લોલ !

ત્હમારાં અમૃત સમાં મ્હૈડાં, ગોવાલણી રે લોલ !
ત્હમારાં ચન્દ્ર સમાં હૈડાં, ગોવાલણી રે લોલ !

ઘાડી ઝાડીઓના ઝુંડો, ગોવાલણી રે લોલ !
ત્હમારો રાગ ઉડ્યો ઊંડો, ગોવાલણી રે લોલ !

તેજ આંખમાં પૂરાયું, ગોવાલણી રે લોલ !
મ્હને મધુરૂં શું પાયું, ગોવાલણી રે લોલ !


0 comments


Leave comment