2 - એશિયાઈ નવાબશાહી / મોહનદાસ કરમચંદ ગાંધી


નવા અમલદારો સમજી ન શક્યા કે હું ટ્રાન્સવાલમાં કેવી રીતે દાખલ થયો. તેમણે તેમની પાસે જત આવતા હિંદીઓને પૂછ્યું, પણ તેઓ બિચારા શું જાણે? અમલદારોએ અનૂમાન કર્યું કે હું મારી આઅએએ ઓળખાણોને લીધે વગર પરવાને દાખલ થયો હોવો જોઈએ. અને એમ હોય તો મને કેદ કરી શકાય.

મોટી લડાઈ પછી હમેંશા થોડો સમય રાજ્યકર્તાઓને વિશેષ સત્તા આપવામાં આવે છે. તેમ દક્ષિણ આફ્રિકામાં પણ બન્યું હતું. ત્યાં શાંતિ જાળવવાનો કાયદો કરવામાં આવ્યો હતો. તેની એક કલમ એ હતી કે જે કોઈ વગર પરવાને ટ્રાન્સવાલમાં દાખલ થાય તેને પકડવામાં આવે ને તેને કેદ મળે આ કલમને આધારે મને પકડવો જોઈએ એમ મસલતો ચાલી. પણ મારી પાસે પરવાનો માગવાની કોઈની હિંમત ચાલી નહીં.

અમલદારોએ ડરબન તાર તો મોકલ્યા જ હતા. અને જ્યારે તેમને ખબર પડી કે હું પરવાનો લઈને દાખલ થયો છું ત્યારે તેઓ નિરાશ થયા. પન એવી નિરાશાથી આ ખાતું હારી બેસે તેમ નહોતું. હું આવ્યોઇ તો ખરો, પણ મિ. ચેમ્બરલેનની પાસે મને ન જવા દેવામાં એઓ જરૂર ફાવે એમ હતું.

તેથી પેલાં નામોની માગણી થઈ. દક્ષિણ આફ્રિકામાં રંગદ્વેષનો અનુભવ તો જ્યાં ને ત્યં થતો જ, પણ અહીં હિંદુસ્તાનાના જેવી ગંદકી અને ઘાલમેલની બદબો આવી. દક્ષિણ આફ્રિકામાં સામાન્ય ખાતાં પ્રજાને અર્થે ચાલનરા રહ્યાં; તેથી અમલદારોમાં એક પ્રકારની સરળતા ને નમ્રતા હતી. આનોઇ લાભ થોડે ઘણે અંશે કાળી પીળી ચામડીવાળાને પણ અનયાએ મળતો. હવે જ્યારે બીજું એશિયાઈ વાતાવરણ દાખલ થયું ત્યારે ત્યાં જેવી જોહુકમી, તેવી ખટપટ વગેરે સડા પણ દાખલ થયા. દક્ષિણ આફ્રિકામાં એક પ્રકારની પ્રજાસત્તા હતી, જ્યારે એશિયામાંથી તો નકરી નવાબશાહી આવી. કેમકે ત્યં પ્રજાસત્તા નહોતી પણ પ્રજા ઉપરજ સત્તા હતી. દક્ષિણ આફ્રિકામાં તો ગોરાઓ ઘર કરીને વસ્યા અહ્તા, એટલે તેઓ ત્યાંની પ્રજા ઠર્યા. આથી અમલદારો ઉપર અંકુશ અહ્તો. આમાં એશિયાથી આવેલા નિરંકુશ અમલદારોએ નળી હિંદીઓની સ્થિતિ સૂડીએ વચ્ચે સોપારી જેવી કરી મૂકી.

મને પણ આ સત્તાનો ઠીક અનુભવ મળ્યો. પ્રથમ તો મને આ ખાતાના ઉપરી પાસે બોલાવવામાં અવ્યો. આ ઉપરી લંકાથી આવ્યા હતા. 'બોલાવવામાં આવ્યો' એ પ્રયોગમાં કદાચ અતિશયોક્તિનો ભાસ આવે, તેથી જરા વધારે સ્પષ્ટ કરું. મારા ઉઅપર કાંઈ ચિટ્ઠી નહોતી આવી. પણ આગેવાન હિંદીઓને તો ત્યાં નિરંતર જવું પડે. તેવા આગેવાનોમાં મરહૂમ શેઠ તૈયબ હાજી ખાનમહમદ પણ હતા. તેમને આ સાહેબે પૂછ્યું,' ગાંધી કોણ છે? એ કેમ આવેલ છે?'

તૈયબ શેઠે જવાબ આપ્યો, 'તે અમરા સલાહકાર છે તેમને અમે બોલાવેલ છે.'

'ત્યારે અમે બધા અહીં શા કામને સારુ છીએ?' અમે તમરું રક્ષણ કરવા નથી નિમાયા? ગાંધીને અહીં ની શી ખબર પડે?' સાહેબ બોલ્યા.

તૈયવ શેઠે જેમ તેમ આ ઘા પાછો વાળ્યો,' તમે તો છો જ. પણ ગાંધી તો અમારા જ ગણાય ના? તે અમારી ભાષા જાણે, તે અમને સમજે. તમે તો અમલદાર કહેવાઓ.'

સાહેબે હુકમ કર્યો, 'ગાંધીને મારી પાસે લાવજો.'

તૈયબ શેઠ વગેરેની સાથે હું ગયો. ખુરશી તો શેની મળે? અમે બધા ઊભા રહ્યા.

'કેમ , તમે અહીં શા સારુ આવ્યા છો?' સાહેબે મારી સામે જોઈ પૂછ્યું.

'મારા ભાઈઓન બોલાવવાથી તેમને સલહ દેવા આવ્યો છું, ' મેં જવાબ આપ્યો.

'પણ તમે જાણતા નથી કે તમને અહીં આવવાનો હક્ક જ નથી? તમને પરવાનો મળ્યો છે તે ભૂલથી અપાયો છે. તમે અહીં ના રહેવાસી ન ગણાઓ. તમારે તો પાછા જવું પડશે. તમારાથી મિ. ચેમ્બરલેન પાસે નહીં જવાય. અહેંના હિંદીઓનું રક્ષણ કરવાને સારુ તો અમારુ ખાતું ખાસ નિમાયું છે. ઠીક, જાઓ.'

આટલું કહી સાહેબે મને રજા આપી. મને જવાબ આપવાનો વખત જ ના આપ્યો.

બીજા સાથીઓને રોક્યા. તેમને ધમકાવ્યા ને સલહ આપી કે મને ટ્રાન્સવાલમાંથી વિદાય કરે.

કસાણે મોઢે સાથીઓ આવ્યા. આમ નવો જ કોરડો અણધાર્યો અમાર્ ઉકેલવાનો આવ્યો.


0 comments


Leave comment