38 - લડાઈમાં ભાગ / મોહનદાસ કરમચંદ ગાંધી


વિલાયત પહોંચ્યા તો ખબર પડ્યા કે ગોખલે તો પારીસમાં રહી ગયા છે, પારીસ સાથેનો આવજાનો સંબંધ બમ્ધ થઈ ગયો છે, ને તે ક્યારે આવશે એ ન કહી શકાય. ગોખલે તબિયતને અંગે રાન્સ ગયા હતા ત્યાં લડાઈને લીધે સપડાઈ ગયા. તેમને મળ્યા વિના દેશ જવું નહોતું. તે ક્યારે આવી શકશે એ કોઈ કહી શકે તેમ નહોતું.

દરમ્યાન શું કરવું? લડઈને વિષે મારો ધર્મ શો હતો? મારા જેલી સાથી અને સત્યાગ્રહી સોરાબજી અડાજણિયા વિલાયતમાં જ બારિસ્ટરીનો અભાસ કરતા હતા. સારામાં સારા સત્યાગ્રહી તરીકે સોરાબજીને ઈંગ્લંડમાં બારિસ્ટરીની તાલીમ લેવાને સારુ ને પછી દક્ષિણ આફ્રિકામાં આવી મારી જગ્યા લેવાના હેતુથી મોકલવામાં આવ્યા હતા. તેમનું ખર્ચ દાક્તર પ્રાણજીવનદાસ મહેતા આપતા હતા. તેમની સાથે ને તેમની મારફતે દાક્તર જીવરાજ મહેતા ઈત્યાદિ જેઓ વિલાયતમાં અભ્યાસ કરતા હતા તેમની સાથે મસલત કરી. વિલાયતમાં રહેનાર હિંદીઓની એક સભા બોલાવી ને તેમની પાસે મારા વિચારો મેં મૂક્યા. મને લાગ્યું કે વિલાયતમાં વસતા હિંદીઓએ લડાઈમાં પોતાનો ફાળો ભરવો જોઈએ. અંગ્રેજ વિદ્યાર્થીઓએ લદાઈમાં સેવા કરવાનો પોતાનો નિશ્ચય જાહેર કર્યો હતો. હિંદીઓ તેથી ઓછું ન કરી શકે. આ દલીલોની સામે આ સભામાં પુષ્કળ દલીલો થઈ. આપણી અને અંગ્રેજોની શ્તિતી વચ્ચે હાથીઘોડાનો તફાવત છે. એક ગુલામ અને બીજા સરદાર. એવી સ્થિતિમાં ગુલામ સરદરની ભીડમાં સ્વેચ્છએ કેમ મદદ કરી શકે? ગુલામીમાંથી છૂટા થવા ઈચ્છનાર ગુલામનો ધ્ર્મ સરદરની ભીડનો ઉપયોગ છૂટા થવા સરુ કરવો એ નથી? આ દલીલ તે વેળા મને કેમ ગળે ઊતરે? જો કે હું બે ની સ્થિતિનો ભેદ સમહી શક્યો હતો, પણ મને આપણી સ્થિતિ છેક ગુલામીની નહોતી લાગતી. મને તો એમ લાગતું હતું કે, અંગ્રેજી પદ્ધતિમાં દોષ હતો તેના કરતાં કેટલાક અંગ્રેજી અમલદારોમાં દોષ વધારે હતો. તે દોષ આપણે પ્રેમથી દૂર કરી શકીએ. જો અંગ્રેજોની મારફતે અને તેમની મદદથી આપણે આપણી શિતિ સુધારવા ઇચ્છતા હતા, તો આપણે તેમની ભીડને વખતે તેમને મદદ કરીને સ્થિતિ સુધારવી જોઈએ. રાજ્ય પદ્ધતિ દોષમય હોવા છતાં મને જેમ તે આજ અગી અસહ્ય લાગે છે તેમ તે વેળા અસહ્ય નહોતી લાગતી. આજે અંગ્રેજ રાજ્યને મદદ ન કરું, તેમ જેમનો વિશ્વાસ આજે ઊઠે ગયો છે ને તેથી હું જ નહીં પણ અંગ્રેજી અમલદારો ઉપરથી પણ ઊથી ચૂક્યો હતો તે કેમ મદદ કરવા તૈયાર થાય?

તેમણે આ સમયે પ્રજાની માંગણી મજબૂત રીતે જાહેર કરવાની તેમાં સુધારો કરાવી લેવાની તક જોઈ. મેં આ અંગ્રેજોની આપત્તિને આપણી માગણી કરવાનો વખત ન માની લડાઈ દરમ્યાન હકો માગવાનું મુલતવી રાખવાના સંયમમાં સભ્યતા ને દીર્ઘદ્રષ્ટી જોયાં. તેથી મારી સલાહ ઉપર હું મક્કમ રહ્યો ને જેમને ભરતીમાં નામ લખાવવાં હોય તે લખાવે તેમ સૂચવ્યું. નામો સારી સંખ્યામાં લખાયાં. તેમાં લગભગ બધા પ્રાન્તના નેબધા ધર્મના માણસોનાં નામ હતાં.

લૉર્ડ ક્રૂ ઉપર આ વિષે કાગળ લખ્યો અને હિંદી માગણીનો સ્વીકાર થવા સારુ જલ્કમી સિપાહીઓની સેવા કરવાની તાલીમ લેવાની આવશ્યકતા જણાય તો તાલીમ લેવાની ઇચ્છા ને તૈયારી જાહેર કર્યાં. કઈંક મસલતો પછી લૉર્ડ ક્રૂ એ હિમ્દીમાગણીનો સ્વીકાર કર્યો ને અણીને ટાંકણે સામ્રાજ્યને મદદ દેવાની તૈયારી સારુ આભાર માન્યો.

નામ આપનારાઓએ પ્રસિદ્ધ દાક્તર કેંટલીના હાથ નેચે જખમીઓની સારવાર કરવાની પ્રાથમિક તાલીમનો આરંભ કર્યો. છ અઠવાડીયાનો નાનકડો ક્રમ હતો, પણતેમાં જખમીઓને પ્રાથમિક મદદ દેવાની બધી ક્રિયા શીખવવામાં આવી હતી. અમે લગભગ ૮૦ જણ આ ખાસ વર્ગમાં જોડાયા. છ અઠવાડીયા પછી પરીક્ષા લેવાઈ તેમાં એક જ જણ નાપાસ થયો. જેઓ પાસ થયા તેમને સારુ હવે સરકાર તરફથી કવાયત વગેરે દેવાનો પ્રબંધ થયો. કર્નલ બેકરના હાથમાં આ કવાયત દેવાનું મૂકવામાં આવ્યું ને તેમને આ ટુકડીના સરદાર નીમવામાં આવ્યા.

આ વખતનો વિલાયતનો દેખાવ જોવા લાયક હતો. લોકો ગભરાતા નહોતા પણ બધા લડાઈમાં યથા શક્તિ મદદ કરવામાં રોકાઈ ગયા હતા. શક્તિવાળા જુવાનિય તો લડાઈની તાલિમ લેવા મંડી ગયા. પણ અશક્ત બુઢ્ઢા સ્ત્રીઓ વગેરે શું કરે? તેમને સારુ પણ ઈચ્છે તો કામ હોય જ. તેઓ લડાઈમાં ઘવાયેલાઓને સારુ કપડાં વગેરે સેવવાવેતરવામાં રોકાયાં. ત્યાં સ્ત્રીઓની લઈસિયમ નામે ક્લબ છે તેનાં સભ્યોએ લડઈખાતાંને જોઈતાં કપડાં માંથી જેટલા બનાવી શકાય તેટાલાં બનાવવાનો બોજો ઉપાડ્યો.સરોજિની દેવી તેના સભ્ય હતાં. તેમણે આમાં પૂરો ભાગ લીધો. મારી તેમની સથેની ઓળખાણ તો આ પહેલી જ હતી. તેમણે વેતરેલાં કાડાંનો મારી પાસે ઢગલો કર્યો, ને જેટલાં સીવીસિવડાવી શકય તેટલાં સીવીસિવડાવી તેમને હવાલે કરવાનિં કહ્યું. મેં તેમની ઈચ્છાને વધાવી લીધીને જખમીઓને સેવાની તાલીમ દરમ્યાન જેટલાં કપડાને પહોંચી શકાય તેટલં તૈયાર કરાવી આપ્યાં.


0 comments


Leave comment