42 - અભિસાર / વિનોદ જોશી
સાંકડી શેરી ને ભીંત્યું આડી રે પડી
પગલાં મૂંઝાણાં, હો રાજ !
પગની મેંદીમાં ઊતર્યું સેંથીનું સિંદુર...
ડોલે રે ફળીમાં પીપળપાંદ,
શમણાં ભરીને પોઠયું અંકાશે ચડી;
સૂરજ અંજાણાં, હો રાજ !
હાથમાં દીવો ને ટેરવે અંધારું ઘેઘુર...
આંખમાં ઊગ્યો રે પૂનમચાંદ,
સામટો હિલોળ્યો સાગર બે ઘડી;
વાયરા વિંઝાણા, હો રાજ !
છાતીએ છૂંદેલી જૂઈને ફૂટ્યા રે અંકુર....
પગલાં મૂંઝાણાં, હો રાજ !
પગની મેંદીમાં ઊતર્યું સેંથીનું સિંદુર...
ડોલે રે ફળીમાં પીપળપાંદ,
શમણાં ભરીને પોઠયું અંકાશે ચડી;
સૂરજ અંજાણાં, હો રાજ !
હાથમાં દીવો ને ટેરવે અંધારું ઘેઘુર...
આંખમાં ઊગ્યો રે પૂનમચાંદ,
સામટો હિલોળ્યો સાગર બે ઘડી;
વાયરા વિંઝાણા, હો રાજ !
છાતીએ છૂંદેલી જૂઈને ફૂટ્યા રે અંકુર....
0 comments
Leave comment