33 - અમે / વિનોદ જોશી
અમે ધૂતારા સાયબાનાં ઘરવાળાં..
એમનું તો એવું કે ઢોલિયામાં ઊડીને આવેલી
લ્હેરખીને ભરી લેશે બાથ,
પછી કહેશે કે લ્હેર તારા –
કે લ્હેર મારા લજવાતા કંચવાની છૂટેલી ગાંઠ;
અમે હોઠે જડેલ મૂઆ પરવાળાં...
નીંદરમાં સપનાને પંપાળે એટલું કે આંખોને
પોપચાં નો લાગે જાય ભાર,
અરે ! સપનું તો ખોટ્ટાડું
કે સપનું તો લઈ લેશે ઝાકળમાં બીજો અવતાર;
અમે હેત અને હૈયાના સરવાળા...
એમનું તો એવું કે ઢોલિયામાં ઊડીને આવેલી
લ્હેરખીને ભરી લેશે બાથ,
પછી કહેશે કે લ્હેર તારા –
કે લ્હેર મારા લજવાતા કંચવાની છૂટેલી ગાંઠ;
અમે હોઠે જડેલ મૂઆ પરવાળાં...
નીંદરમાં સપનાને પંપાળે એટલું કે આંખોને
પોપચાં નો લાગે જાય ભાર,
અરે ! સપનું તો ખોટ્ટાડું
કે સપનું તો લઈ લેશે ઝાકળમાં બીજો અવતાર;
અમે હેત અને હૈયાના સરવાળા...
0 comments
Leave comment