14 - ઠેસ વાગી ને / વિનોદ જોશી


ઠેસ વાગી ને નખ્ખ નંદવાયો રે, સૈ !

પડ્યા આડા ઊંબર આડી ઓસરી ,
છેક છાતી માં તૈડ પડી સોંસરી;

જડ્યો પડછાયો સાવ ઓરમાયો રે, સૈ !

મેં તો ધબકારો લીંપીને આળખી,
મારાં ભોળા પારેવડાં ની પાલખી;

એક સોનેરી સૂર સંભળાયો રે, સૈ !

હતી સાકરની સાવ હું તો પૂતળી,
દોટ કાઢીને દરિયામાં ઊતરી;

મુંને મારો મુકામ ઓળખાયો રે, સૈ !


0 comments


Leave comment