53 - ઘણા સમયે કવિતા લખતાં / વિનોદ જોશી
કાગળનાં ધગધગતા રણમાં પડી ઘાસની સળી,
જંગલ જેવી એક કલ્પના મળી...
બધે તરસનાં ઝાડ, ઝાડની ડાળડાળમાં
મૃગજળ જેવું તગતગ તગમગ,
ખરે સૂરજના કટકા કોરી હથેળિયુંમાં
થાય વાવટા ડગમગ ડગમગ;
વનવાસે ગઈ નસીબરેખા અધવચ પાછી વળી,
પડતર પીળા એક હાથને ફળી...
એક લ્હેરખી ઘાસઘાસમાં આરપાર ને
આંગળિયુંમાં સળવળ સળવળ,
એક શ્વાસ ને એક યાદ ને અક્ષર જેવું
એકસામટું ખળભળ ખળભળ;
બળબળ તડકે ઝાકળભીની ગંધ ગીતમાં ભળી,
ફૂલ ફૂલ થઈ ઢળી પડી રે કળી...
જંગલ જેવી એક કલ્પના મળી...
બધે તરસનાં ઝાડ, ઝાડની ડાળડાળમાં
મૃગજળ જેવું તગતગ તગમગ,
ખરે સૂરજના કટકા કોરી હથેળિયુંમાં
થાય વાવટા ડગમગ ડગમગ;
વનવાસે ગઈ નસીબરેખા અધવચ પાછી વળી,
પડતર પીળા એક હાથને ફળી...
એક લ્હેરખી ઘાસઘાસમાં આરપાર ને
આંગળિયુંમાં સળવળ સળવળ,
એક શ્વાસ ને એક યાદ ને અક્ષર જેવું
એકસામટું ખળભળ ખળભળ;
બળબળ તડકે ઝાકળભીની ગંધ ગીતમાં ભળી,
ફૂલ ફૂલ થઈ ઢળી પડી રે કળી...
0 comments
Leave comment