48 - એક ગામ અને જેઠો પટેલ / વિનોદ જોશી


એક ગામ
ગામનો પટેલ ગામગપાટા ઝીંકતો બેઠો હોય- અચાનક રીડિયો પડે.

કાંગરે જાસો બેઠો/ ગઢ ધબોધબ હેઠો/ પાદર કૂવો એંઠો,
પટેલ જેઠો ત્રાટકી બેઠો થાય કે નથી નવરી માનો બેટો;

ગામને ગામમાં ગામની છોડી પરણે એવી વાતથી એને કીડીઓ ચડે.

શેરીએ કટક પૂગ્યાં/સૂરજ આંધળા ઊગ્યા/ અડધે આવી ડૂક્યા,
પટેલ થૂંક્યા ; જોઈ લે વેરી આજ ઝપાટો (જીવને અધ્ધર મૂક્યા),

વાતથી (ફક્ત) પગથી માથા લગ ધરુજી વળતો એક આફિણિયો મરે.

ભડનો દીકરો – ભાગો / તડકે મેલો લાગો / પટેલ, જોઈતું માગો,
પટેલને તલભાર ગળાની હેઠે કેમે ના ઊતરે (છેક) તકાદો,

એકને લાવારસ પીવાની ધખના જાગી હોય ને બીજો બીડીઓ ધરે.


0 comments


Leave comment