50 - એક ઝીંકણગીત / વિનોદ જોશી


ઝીંકમ્ ઝીંકા ઝૂમ્...
હડફડ હુંચા ફરંગટી મેં ખાધી,
ખમ્મા !
વીંછી ઓઈ મા વીંછી,
મારી ભરચક ભરચક ફરંગટીમાં ભળી ગઈ એક બૂમ બૂમ...
ઝીંકમ્ ઝીંકા ઝૂમ્...

દયોને ગરમર આ... થણાં ને કઢી, કઢીમાં લીંબુ કેરી ચીર,
ગોર્યમા કરશે ગામતરું ને રણમાં જશે વીર;

માર્યા
જંતર ઓઈ મા મંતર
ક્યાંથી ઝરમર ઝીણી ધબાક દઈને ખરી પડી એક લૂમ... લૂમ...

અવળી અમથી પા... નિયું કાંઈ ભરી ભરીને કેડી ચીતરી ચાર,
ભર્યો પટારો લઇ લીધો પણ અભરાયુંનો ભાર,

આલ્લે
સાવળી ઓઈ મા અવળી
પગલી પડી પડી કે પડી નથી ત્યાં મારગ આખ્ખો ગૂમ... ગૂમ...
ઝીંકમ્ ઝીંકા ઝૂમ્...


0 comments


Leave comment